કિમોથેરાપી એ કેન્સરના કોષોનો નાશ કરવાની દવા છે જે શરીરમાં Intravenous (IV),Intramuscular (IM),ત્વચામાં (Subcutaneous) અને મોં દ્વારા ગોળીના રૂપે અપાય છે. કિમોથેરાપીથી હવે પહેલા જેવી આડઅસરનું પ્રમાણ ઘણું ઓછું થઇ ગયું છે આના બે મુખ્ય કારણ — દવા ખુબ સારી મળતી થઇ ગઈ છે અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ ની કુશળતાનો લાભ દર્દીને મળે છે!